ધરમપુર: હાલમાં વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં અને તેની આસપાસના ગામડાંઓ ક્રિકેટ ફિવર છવાયો છે. ત્યારે આજરોજ ધરમપુર શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ ક્રિક્રેટ ગ્રુપ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બલાઇન્ડ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ ક્રિક્રેટ ગ્રુપ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બલાઇન્ડ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. બલાઇન્ડ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા અગ્રે, નીલમભાઇ ખોબા અને ધરમપુરના આગેવાનો દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

હાલમાં ધરમપુર શહેરમાં અને ગામડાઓમાં ક્રિકેટ રસિકોએ ક્રિકેટમય બની બનાવી દીધું છે ત્યારે બલાઇન્ડ T20 ક્રિકેટ ટુર્નામેન્ટએ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા અગ્રે અને ખોબા આશ્રમ ધરમપુરના સંસ્થાપક નિલમ પટેલ દ્વારા કરાયેલી એક અનોખી પહેલ છે