ગુજરાત: એમ કહેવાય છે કે ફેબ્રુઆરીમાં ખુબ જ વિશેષ ઉપવાસ અને તહેવારો આવવાના છે. મહિનાની શરૂઆત માઘ માસની જયા એકાદશીથી થાય છે. મહાશિવરાત્રી, સોમવતી અમાવસ્યા, રવિદાસ જયંતિ સહીત અન્ય અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સમાજમાં બે, ખ્રિસ્તી સમાજમાં ત્રણ, શીખ સમાજમાં એક અને આદિવાસી સમાજમાં એક તહેવાર હશે. આ દરમ્યાન શહેરમાં દરેક ધર્મના લોકોમાં ઉત્સાહ જોવા મળશે અને બજારમાં તેજ જોવા મળશે.

ફાગણ મહિનાનું સનાતન ધર્મમાં આનું વિશેષ મહત્વ છે કારણ કે ભગવાન શિવનો દિવસ મહાશિવરાત્રી અને રંગોનો તહેવાર હોળી તેમાં આવે છે. જ્યોતિષના કહેવા અનુસાર આ મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર ફાલ્ગુની નક્ષત્રમાં રહે છે. તેથી તેને ફાગણ મહિનો કહેવામાં આવે છે. ફાગણ મહિનાની શરૂઆત સૂર્યના મીન રાશીમાં પ્રવેશ થાય છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર.. વિવિધ ધર્મના આગામી તહેવારો
સનાતન ધર્મ – ફેબ્રુઆરી ૦૧ : જયા એકાદશી વ્રત • ફેબ્રુઆરી ૦૩ : વિશ્વકર્મા જયંતી, સીકોતર માતા જયંતી
•ફેબ્રુઆરી ૦૫ : પૂર્ણિમા વ્રત, રવિદાસ જયંતિ, ત્રયોદશી લલિતા જયંતિ • ફેબ્રુઆરી ૦૯ : દ્વિજ પ્રિયાસંકટ ચતુષ્ઠી •
ફેબ્રુઆરી ૧૩ : શ્રીનાથજી પાટોત્સવ (નાથદ્વાર), શબરી જયંતિ • ૧૪ ફેબ્રુઆરી : જાનકી જયંતિ • ફેબ્રુઆરી૧૭: વિજયાએકાદશી વ્રત • ફેબ્રુઆરી ૧૮ : મહાશિવરાત્રી, શનિ પ્રદોષ વ્રત, શનિ • ફેબ્રુઆરી ૨૦ : સોમવતી અમાસ • ૨૬ ફેબ્રુઆરી : હોળાષ્ટક
ઇસ્લામ ધર્મ – • ૧૧ ફેબ્રુઆરી: કુંદા ફાતિહા
•૧૮ ફેબ્રુઆરી: શબ-એ-મેરાજ
ખ્રિસ્તી ધર્મ – • ૦૨ ફેબ્રુઆરી: કેન્ડલ માસ • ૧૪ ફેબ્રુઆરી: સંત વેલેન્ટાઈન • ફેબ્રુઆરી ૨૨: એશ બુધવાર (૪૦ દિવસના ઉપવાસનો પ્રથમ દિવસ)
શીખ ધર્મ – ૦૩ ફેબ્રુઆરી: ગુરુ હરરાય જયંતિ