ચીખલી: જંગલના હિંસક પ્રાણી હવે ગામની સફરે નીકળ્યા હોય તેમ ચીખલી તાલુકાના કૂકેરી ગામમાં એકસાથે બે દીપડા દેખાયા છે ત્યારે ગ્રામજનોમાં પોતાના જીવ અને પાલતું પશુઓના પર જોખમ દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં દીપડાની અવરજવર સામાન્ય થઈ ગઈ છે. ત્યારે કુકેરી ગામના ચક્કરીયા વિસ્તારમાં આવેલા પીએચસી સામે ઝાડી ઝાંખરામાંથી દીપડો નીકળી રસ્તો ઓળંગી સામેના ખેતરમાં જતો કેમેરામાં કેદ થવા સાથે રાત્રિના સમયનો દીપડાનો વિડિયો વહેતો થતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે એક સાથે બે જેટલા દીપડાનો વિડિયો વહેતો થતાં સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.

દીપડો લટાર મારતો હોવાનો વિડિયો વહેતો થતાં ખાસ કરીને રાત્રીના સમયે ખેતરોમાં સિંચાઈનું પાણી છોડવા જતા ખેડૂતો, ખેતમજૂરો ની ચિંતા વધી છે.ત્યારે વન વિભાગ આ વીડિયો અંગે જરૂરી તપાસ બાદ કુકેરીના આ વિસ્તારમાં પાંજરું ગોઠવે તેવી માંગ ઉઠી છે.