ગુજરાત: જો તમે ઓછું ભણેલા છો અને જો તમારી પાસે નોકરી નથી તો તમારા માટે એક સારા સમાચાર છે. હાલમાં પોસ્ટ વિભાગમાં 10 પાસ લોકો માટે બમ્પર ભરતી બહાર પડી છે. જેમાં દેશભરના અલગ અલગ રાજયો બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવકની જગ્યા માટેની ભરતીની જાહેરાત કરતી નોટિફિકેશન બહાર પાડી છે.

પોસ્ટ વિભાગમાંની આ ભરતીમાં યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 40,889 જગ્યાઓ ભરાશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો 2017 જગ્યા માટે ભરતી થશે. 10 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in છે. અરજીની પ્રક્રિયા 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. અને હા 17-19 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર એમની અરજીમાં સુધારો કરી શકશે.

ઉમેદવારની વય મર્યાદા 18 થી 40 વર્ષ છે. આ ભરતીમાં અનામત વર્ગો માટે થોડી છૂટ પણ આપવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારે ગણિત અને અંગ્રેજી વિષય સાથે 10મા ધોરણ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અરજદારોએ તમામ જગ્યાઓના ફોર્મ ભરવા માટે રૂ. 100/- ફી ચૂકવવાની રહેશે. જો કે, મહિલા ઉમેદવારો, SC/ST ઉમેદવારો, PWD ઉમેદવારો અને ટ્રાન્સવુમન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી માટેની પસંદગી પ્રક્રિયા આપમેળે જનરેટ થયેલ મેરિટ લિસ્ટ પર આધારિત છે.