કપરાડા: સમાજસેવા અને જરૂરિયાત મંદ લોકોને સહયોગ આપવામાં વલસાડ જિલ્લાના ફલક પર જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડનું નામ ઉભારું રહ્યું છે ત્યારે આજરોજ જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડની ટીમ દ્વારા કપરાડા તાલુકાનું સાવ છેવાડા પર આવેલા હુંડા ગામના આંબાપાડા ફળિયામાં ગૌદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જુઓ વિડિઓ…
Decision Newsને મળેલી જાણકારી મુજબ આ પ્રસંગે શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળાના ટ્રસ્ટી શ્રી અનિશભાઈ શેઠિયા, જા. હાર્દિક પટેલ ( એડવોકેટ, ધરમપુર), જા. રાજેન્દ્રભાઈ ઓઝા ( માજી એરફોર્સ અધિકારી), જા. મહેશભાઈ ગાંવિત (કપરાડાના CRC), જા. અર્ચના ચૌહાણ ( સમાજસેવક , વલસાડ ), હુંડા ગામના સરપંચ રમાબેન લક્ષ્મણભાઈ હિલિમ , ગામના આગેવાનો , તથા ગૌશાળાના માણસોની વિશેષ મદદ મળી હતી.
પહાડી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને 27 ગૌવંશ ખેતી તથા પશુપાલન માટે આપવામાં આવ્યા. આ 53 મો ગૌદાન કાર્યક્રમ થકી પ્રા. ડૉ. આશા ગોહિલ દ્વારા આજ સુધી કુલ 1339 ગૌવંશ જરૂરિયાતમંદોને પૂરાં પાડવામાં આવ્યા.

