વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના વાંગણ ગામે પ્રાથમિક શાળામાં ગામના સરપંચ શ્રીમતી સીતાબેન નવીનભાઈ જાદવની અધ્યક્ષતામાં સૌ પ્રથમ ગામની દીક્ષિતા બહેન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યા બાદ વિવિધ પ્રકારનાં સાસ્કૃતિ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી માહિતી મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, સ્વાગત ગીત, ઈનામ વિતરણ કરાયા બાદ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં વિવિધ પ્રકારની કૃતિઓ દ્વારા નાના બાળકો નું મનોરંજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માંજી જિલ્લા સદસ્ય વિરોધ પક્ષના નેતા બારૂકભાઈ, ગામના આગેવાન વિપુલ ઝીરવાળ, ગામના સરપંચ સીતા બહેન જાદવ, ડે. સ. ઇશ્વર ભાઈ ચવદરી, માજી. જી. સ. ભારૂક ભાઇ ચવધરી, માજી. સરપંચ જયંતીભાઈ થોરાત, સુનીલ ભાઈ, લાસિયા ભાઈ ચવધરી, સોમુ ભાઇ, ભુત પૂર્વ આચાર્ય શ્રી રતન ભાઈ પટેલ, તમામ ગામના વાલીઓ, વડીલો તમામ શાળાના આચાર્ય શ્રીઓ, આંગણવાડીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે શાળાના શિક્ષકો ગીતા બહેન, પ્રેમિલા બહેન, મગન ભાઈ દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી. અંતમાં શાળાના આચાર્ય શ્રી સંતોષ ભાઈ દ્વારા સો લોકો દાતાશ્રી ઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

