ધરમપુર: 1947માં જ દેશને અંગ્રેજોથી આઝાદી મળી અને તેના ત્રણ વર્ષ બાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા ભારતના બંધારણ અમલમાં આવ્યું ત્યારે આજે ધરમપુરના ડૉ. ભીમરાવ આંબેડકર સર્કલ પાસે આપણી શાન કહેવાતા તિરંગાનું ગરીબ નાના બાળકો થી લઈને વડીલો પોતાનું પેટ્યું રળવા વેચાણ કરી રહ્યાના દ્રશ્યો મને લખવા મજબુર કરી રહ્યા છે કે..

 

જે આપણા સ્વતંત્રતાસેનાની હતા તેમણે જે આઝાદ ભારતના જે સપનાં જોયા હતા તેને કે પછી આઝાદીની જે પરિકલ્પના એ વખતના વીર શહીદોએ પોતાની જાન અને લોહીની કુરબાની આપી જોઈ હશે તે આપણે આજે પૂરી કરી શક્યા છે ખરા ? શું ગાંધી જે કહેતા કે કોઈ કાર્ય એવું કરવામાં આવે જે ગામડાના છેલ્લા માણસને હિતકારી હોય ભગતસિંહ જે દેશના યુવાનોને સ્વતંત્રતાના પાઠ ભણાવ્યા હતા તે યુવાનોમાં આજે જોવા મળે છે ખરા ? આજે ગરીબ અતિ ગરીબ બની રહ્યો છે અને અમીર અતિ અમીર.. અમુકને ભૂખ કરતાં વધારે જમવાનું મળે છે જ્યારે અમુક માટે બે ટંક ખાવાનું એ સપનું બની રહે છે. જ્યારે આજે આ ભૂખ્યા તરસ્યા વડીલો અને બાળકોને તિરંગા વેચતા જે લોકો સામે આજીજી કરતાં જોવા ત્યારે દિલને ચીરાઈ ગયું યાર.. અને તેમાં પણ આપણા જ અમુક ભાઈઓ અને બહેનો આ બાળકો અને વડીલો પાસે તિરંગાનો મોલભાવ કરતા જોવા મળ્યા.. આપણી શાન ગણાતા તિરંગા આજે ભૂખ્યા બાળકો અને વડીલોના હવાલે કરી દીધા છે આપણે તમને આવું નથી લાગતું ?

 

હવે 26મી જાન્યુઆરીની ઉજવણીના દિવસમાં એક દિવસ આડો છે આપણા કહેવાતા નેતાઓ કે આગેવાનો કાલે વિકાસના મોટી મોટી વાતો કરશે પણ આપણે દરેક ભારતીયોએ દેશના સાચા અને સમાનતા અને ગરીબના હક અધિકારો એમણે મળે એવા વિકાસની દિશા તરફ આગળ વધવું પડશે.