નસવાડી: ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં થયેલા સરકારી કામોની મોટાભાગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની લોકો બુમો પાડી રહ્યા છે ત્યારે નસવાડી તાલુકાના મોધલા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગટોરોના પાણી મુખ્ય રસ્તા ઉપર પ્રસરતા ગ્રામજનો પરેશાન થઇ રહયાની ઘટના સામે આવી છે.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ મોધલા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગટોરોના પાણી મુખ્ય રસ્તા ઉપર પ્રસરતા ગ્રામજનો પરેશાન થઇ ગયા છે. રસ્તા ઉપર પાણી પ્રસરતા રહેદારીઓને પસાર થવું પણ માથાનો દુખાવો સમાન બન્યું છે. ઠેર ઠેર ભરાયેલા પાણીના કારણે મચ્છર જન્ય રોગચાળો ફેલાવવાની પણ શક્યતાઓ વધી રહી છે
સ્થાનિકો દ્વારા તંત્ર ને વારંવાર રજૂઆત કરાઈ છે પણ કોઈ કામગીરી અત્યાર સુધી કરવામાં નથી આવી

બે જવાબદાર તંત્ર દ્વારા ગામની મુલાકાત લેવામાં આવે તે જરૂરી બન્યું. ગામની સમસ્યાની વહેલી તકે કામગીરી કરવામાં આવે જેથી ગટરોની સમસ્યા દૂર થાય એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.