ગુજરાત: કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરવામાં આવશે વાતો સામે આવી રહી છે ત્યારે કોંગ્રેસના અધિકારીક સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા ફેબ્રુઆરીમાં ગુજરાતથી શરૂઆત કરશે.

હાલમાં જ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે હાથ સે હાથ જોડો યાત્રાનો કોંગ્રેસે લોગો લોન્ચ કર્યો છે. કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રામાં દેશના તમામ ગ્રામ પંચાયત અને મતદાન મથક વિભાગોને આવરી લેવામાં આવશે આ યાત્રા 2 મહિના ચાલશે. નફરતની રાજનીતિ દૂર કરવા ભાઇચારાની ભાવના અને દેશની અખંડિતતા માટે કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કર્યું છે.

લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની તૈયારીના ભાગરુપે નવા હાથ સે હાથ જોડો યાત્રા અભિયાનની શરુઆત કરવા જી રહ્યું છે.  કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં થયેલો કારમો પરાજય ભુલીને આગામી લોકસભાની ચૂંટણીમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.