વઘઇ: બોન્ડારમાળ ગામમાં બે પુરૂષ સહિત એક મહિલા પર જીવલેણ હુમલો કરી ઘરમાં ભરાઈ જતા ગામમાં અફરાતફરીનો માહોલ પેદા કરનાર દક્ષિણ ડાંગ વન વિભાગની ટીમને દ્વારા પાંજરે પુરવામાં સફળતા સાંપડી હતી. જેને લઈને અફરાતફરીનો માહોલ શાંત થયો હતો.
Decision Newsને મળેલી વિગતો મુજબ વઘઇના બોન્ડારમાળ ગામમાં દીપડાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે દક્ષિણ ડાંગ વન વિભાગની ટીમના વનકર્મીઓ તેમજ પોલીસ કર્મીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા અને પરિસ્થિતિને કાબૂમાં લઇ ઘરનાં બારણામાં સુરક્ષિત રીતે પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા માટે રેસક્યૂ ઓપરેશન શરુ કર્યું હતું અને રાત્રિનાં 3 વાગ્યાનાં અરસામાં દીપડાને પાંજરામાં પુરાયા હતા.

