કેલીયા : વાંસદા તાલુકાના પ્રખ્યાત કેલીયાડેમની નજીકમાં આવેલ પ્રાથમિક શાળાનો 71મો સ્થાપનાદિન શાળાપરિવાર દ્વારા ઉજવાયો.
જુઓ વિડિઓ..
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ, મુખ્ય મહેમાન તરીકે ડો.સોનલ પટેલ અને ડો.વિશાલ પટેલ અને અતિથિ વિશેષમાં ડો.નિરવ પટેલ, ડો. દિવ્યાંગી પટેલ, જિલ્લા પંચાયત સભ્યો ચંપાબેન અને રમાબેન,તાલુકા પંચાયત વિપક્ષ નેતા હસમુખભાઈ, શાશક પક્ષ નેતા બિપીનભાઈ, વાંસદા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાંવિત, વાંસદા શિક્ષકસંઘના પ્રમુખ ભરતભાઈ થોરાત,મહામંત્રી નીલકંઠભાઈ, ડાંગી હોટલના માલિક ભુપેન્દ્રભાઈ, ધર્મેશભાઈ તેમજ, કેલીયા, પીપલખેડ સહિત ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં. બાળકો અને ગ્રામજનોએ વિવિધ કૃતિઓ રજુ કરીને આગંતુક મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતાં.મહેમાનોએ બાળકોને ખુબ મહેનત કરીને શાળા,ગામ, સમાજ અને દેશનું નામ રોશન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય શિક્ષક હેમંત પટેલ,અનિલભાઈ,પ્રિયંકાબેન સહિતના સ્ટાફે ખુબ જ મહેનત કરી હતી.

