ખેરગામ: આજરોજ ખેરગામના સમસ્ત આદિવાસી સમાજની ટીમના સભ્યો સંજયભાઈ,શકુંતલાબેન એમના સુપુત્રો ભૂમિક પટેલ અને સ્મિત પટેલ દ્વારા ખેરગામ APMC માર્કેટ નજીક સર્વાનંદ હોટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે

Decision News ને મળેલી માહિતી મુજબ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ તેમજ યોગી ડિવાઇન સોસાયટીના સદસ્યો પ્રમુખ વલસાડ ઠાકોરભાઈ, રસિકભાઈ, ધીરુભાઈ, કૌશિકભાઈ, ભીખુભાઇ, મહેન્દ્રભાઈ માસ્તર, ગોવિંદભાઇ મિયાંઝરી,મકનભાઈ,બચુભાઈ,દશરથભાઈ, સર્વમકુમાર, ધર્મેશભાઈ, નયનભાઈ તેમજ સમસ્ત આદિવાસી સમાજના ખેરગામ ટીમના સભ્યો ઉમેશભાઈ, હિરેન, નીતા, મયુર, ભાવેશ, ભાવિન, જીતેન્દ્ર, કીર્તિભાઇ,મિન્ટેશભાઈ, દલપતભાઈ સહિતના અનેક મહેમાનોની હાજરીમાં કરવામાં આવ્યું. આ ઉદ્ધઘાટન પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખેરગામ ખાતે સારુ અને સ્વાદિષ્ટ ભોજન માટે જૂજ હોટલો ઉપલબ્ધ છે, ત્યારે નવો વિકલ્પ ઉભો થવાથી ખુબ જ આનંદની લાગણી તાલુકાવાસીઓમાં પ્રવર્તી છે.આખો પરિવાર ખુબ જ મહેનતુ અને સ્વચ્છ અને દિલનો સાફ છે એટલે લોકોને સ્વાદ પસંદ આવશે જ અને આ હોટલ અનેક લોકોની જમવા માટેની પહેલી પસંદગી બનશે એવો અમારો વિશ્વાસ છે.