ઉમરપાડા: સુરત જિલ્લાના છેવાડાનો તાલુકો ઉમરપાડામાં લોકસહાયતા કેન્દ્ર માંડવી અને ન્યાય માર્ગદર્શન કેન્દ્ર ઉમરપાડાના નેજા હેઠળ ‘હર દિલ મે સંવિધાન’ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં લોકસહાયતા કેન્દ્રના રેણુકાબેન તેમ વકીલ મનજી વસાવા તેમજ ન્યાય માર્ગ દર્શન કેન્દ્રના વકીલ, આશિષ વસાવા, સહદેવ વસાવા, યોહાન વસાવા, રાહુલ વસાવા, તેમજ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આખા ભારતમાં ‘હર દિલ મે સંવિધાન’ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઉમરપાડા ખાતે આવેલ સરકારી આર્ટસ કોમર્સ અને વિજ્ઞાન કોલેજમાં કાર્યક્રમમાં ભાગ રૂપે વિદ્યાર્થી ઓને વકીલ સહદેવ વસાવા દ્વારા ભારતના બંધારણ વિસે તેમજ મૂળભૂત અધિકાર, ફરજો, અને હક્કોની માહિતી આપવામાં આવી તેમજ યુવાનો બંધારણને વધુને વધુ જાણે સમજે અને જીવે એવા ઉદ્ધેશો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વકીલ રાહુલભાઇ વસાવા દ્વારા ઘરેલું હિંસાથી મહિલાની સુરક્ષા ધારો 2005 પર મહિલા હિંસા શું છે ? તેમજ તેમાં કોણ મદદ રૂપ થઇ શકે અને કાયદાકીય સહાય શું છે તેની માહિતી આપવામાં આવી, તેમજ વકીલ મનજી વસાવા દ્વાર સમાજમાં વધી રહેલ બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશો સાથે બાળલગ્ન ધારાની માહિતી આપવામાં આવી તેમજ વકીલ યોહાન વસાવા દ્વાર સાયબર ક્રાઇમ શું છે અને તે ગુનો કેવી રીતે બને તેમજ તેનાથી બચવાના ઉપાયો શું છે તેમજ શું સાવચેતી રાખવાની જરૂર છે તેની માહિતી આપી તેમજ કોલેજના પ્રિન્સિપાલશ્રી એ આ તમામ કાયદાનો જીવનમાં ઉતરવા તેમજ ક્યાંક ને ક્યાંક કોઈ અન્ય વ્યક્તિને પણ જાણ કરવું તેમજ બંધારણને વાચવું અને કોઈ પણ ગુનોના બને તેવી કાળજી સાથે બીજાને માર્ગદર્શન આપવું એવા શબ્દોથી કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સંસ્થાના વકીલો કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રોનો આભાર માન્યો હતો.

