સંખેડા: ગતરોજ સંખેડાના ખેડૂતોએ મામલતદારને વટાવ પ્રથા બંધ કરવા આવેદનપત્ર આપ્યું હતું અને જો ચાર દિવસમાં વટાવ પ્રથા બંધ નહિ કરવામાં આવે તો સ્થાનિક ખેડૂતો દ્વારા ભૂખ હડતાલ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખેડૂતો 01 જાન્યુ 2023 ના રોજ હાંડોદ APMC મા ભેગા મળીને વટાવ પ્રથા નાબૂદ કરવા માટે ભેગા થયા હતા જેમાં એ.પી એમ.સી.પ્રમુખ શિવુ મહારાઉલ પણ આવ્યા હતા જેમાં ખેડૂતોની માંગણીને લઈને એ.પી એમ.સી.પ્રમુખ શિવુ મહારાઉલ અને ખેડૂતો દ્વારા જીનીંગના વેપારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. ત્યારે વેપારીઓ દ્વારા 12 દિવસે નાણા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ખેડૂતોની માંગ હતી કે 8 દિવસે નાણા ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ વેપારીઓએ ખેડૂતોની માંગણી ન સ્વીકારવામાં આવતા ખેડૂતો આમરણ ઉપવાસ બેઠા હતા. મોડી સાંજે સમાધાન થયું હતું. વેપારીઓ દ્વારા તેના બીજા દિવસે વટાવ કાપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જેને લઇને ખેડૂતો ફળી વાર ઉપવાસ પર બેઠા હતા. સંખેડા તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો હાંદોડ ખાતે ભેગા થઈને સંખેડા મામલતદાર કચેરીએ ભેગા થઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં વટાવ પ્રથા બંધ કરવામાં આવે તેવી ખેડૂતોએ મામલતદાર સામે માંગ કરવામાં આવી હતી.ખેડૂતોએ ત્રણ દિવસની મુદ્દત આવેદનપત્રમાં લખવામાં આવી છે જો ચાર દિવસમાં વટાવ પ્રથા બંધ નહિ કરવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા મળીને આંદોલન પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.

