સોનગઢ: આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યા કરવાનનો સિલસીલો થમવાનું નામ નથી લઇ રહ્યો છે ત્યારે ગતરોજ ફરી એક વખત સોનગઢ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ગ્રામસેવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ તાપીના સોનગઢ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ગ્રામસેવકે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. તેમણે સરકારી કવાટર્સમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હજુ સુધી તેની આત્મહત્યાનું કોઈ ઠોસ કારણ સામે આવ્યું નથી આવનારા સમયમાં પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે એ નક્કી છે.

સોનગઢ તાલુકા પંચાયતમાં આઈઆરડી વિભાગમાં ફરજ બજાવતા અને ગ્રામ્યકક્ષાએ લોકસેવા કરતાં જનકસિંહ જેઠવા ગ્રામ સેવક આત્મહત્યાનો મામલો ધીમે ધીમે ગુંચવણ ભર્યો થઇ રહ્યો છે. હાલમાં પોલીસે ખુબ સક્રિય પણે તજવીજ આગળ વધારી રાહી છે.