કપરાડા: ગુજરાતમાંથી જંગલો ઓછા થઇ રહ્યા છે અને જંગલોના નાશના કારણે પર્યાવરણની સમતુલા ખોળવાઈ રહી છે ત્યારે ગતરોજ વલસાડના કપરાડા તાલુકાનાં મનાલા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ ધરમપુર દ્વારા કિસાન શિબિર યોજાઈ હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાનાં મનાલા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ ધરમપુર દ્વારા મનાલા ગામના સરપંચ શ્રી જયેન્દ્ર ગાંવિતના અધ્યક્ષ સ્થાને કિસાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભૂમિકા બેન પટેલ, ફોરેસ્ટર બીટ ગાર્ડ યોગેશ પટેલ, નરેશ ગાંવિત, સંદીપ ગાંવિત તથા જે આર રાજપૂત તેમજ ગામના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

મનાલા ગામના સરપંચ જયેન્દ્ર ગાંવિતએ લોકોને સામાજિક વનીકરણ વિભાગની તમામ સરકારની યોજનાઓ લાભ લેવા સાથે સહકાર આપવા જણાવ્યું હતું અને આવનારા દિવસોમાં જંગલોના સંર્વધન માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામપંચાયત દ્વારા ઉચિત પગલા ભરવાના આયોજન વિષે વાત કરી હતી.