ગણદેવી: બીલીમોરા નગરપાલિકા દ્વારા 14મા નાણાપંચની સંસદ સભ્ય ગ્રાન્ટમાંથી સોમનાથ વોટરવર્કસમાં 32192 ચો.ફુ. ના વિસ્તારમાં ફેલાયેલા આ ગાર્ડન બર્ડ પાર્કનું ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા સાંજે લોકાર્પણ કરાયું હતું.

Decision News ને પ્રાપ્ત બનેલી માહિતી મુજબ બર્ડ પાર્કમાં લોકો લવન્ડર વેક્સ બિલ, ઝેબ્રા ફિન્ચ, બેંગોલી ફિન્ચ, ગોલ્ડીયન ફિન્ચ, સ્ટાર ફિન્ચ, ઇટાલિયન ફિન્ચ, રેડ વેલ્વેટ ફિન્ચ, જાવા સ્પેરો, પેરા કીટ પોપટ થી નાની જાતિ, રેડ રમ પેરા કીટ, યેલ્લો-બ્લ્યુ રેડ રમ, કોકાટીલ પેરા કીટ,બજરી ગર પેરા કીટ, ક્રીમસન બેલી પેરા કીટ, બ્લ્યુ મોંક પેરા કીટ, આફ્રિકન લવ બર્ડ, મકાઉ બ્લ્યુ, ગોલ્ડ મકાઉ, ગ્રીન વિંગ મકાઉ, ઇલેક્ટ્સ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ, સન કનુર પેરોટ, બ્લ્યુ ગ્રીન ચીક પેરોટ, યેલો સાઇડેડ કનુર, સાદો ગ્રીન ચીક, સ્વીન્શન લોરિકીટ, ડસ્કી લોરી કીટ, બ્લેક હેડેડ કાઈટ પેરોટ, ગોલ્ડન ફેઝન, સિલ્વર ફેઝન્ટ, બુફોન પોલીસ કેપ, યેલો અને ગ્રીન (ઇગુઆના), ગીનીપીગ, સસલા, બતક અને ફિશ પોન્ડ જેવા જુદા- જુદા 30 પ્રજાતિના 255 પક્ષીઓ જોવા મળશે. સાથે જ યેલો અને ગ્રીન ઇગુઆના, બે ગીનીપિગ અને સસલાં તેમજ તળાવમાં રંગબેરંગી માછલીઓ બતકો પણ લોકો માટે આનંદ ક્ષણો આપશે.

આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું કે બીલીમોરા સોમનાથ મહાદેવના દર્શનનું મોટું મહત્વ છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ બર્ડ પાર્કની સાથે કેન્ટીન અને રેસ્ટ હાઉસનો લાભ લઇ શકશે અને આ ગાર્ડનને ચોખ્ખું રાખવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. પાલિકાને પોતાનું ગ્રાંટમાંથી રૂ. 5 લાખ પણ આપવાની જાહેરાત કરી હતી.