વાંસદા-ચીખલી સ્ટેટ રોડ પર વાંસદાના કંબોયા ગામેથી પસાર થતા રોડ પરના પુલની બંને સાઈટ જર્જરિત હાલત સામે આવતા RNB વિભાગ દ્વારા જર્જરિત પુલની બંને બાજુ ટ્રાફિક કેનની લાઈ ફીટ કરવામાં આવી. થોડા સમય વીતવા પહેલા ચોમાસાની ઋતુમાં નાના મોટા ચેકડેમ,કેનાલ કે જર્જરિત પુલો તૂટવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવો જ વાંસદા ચીખલી સ્ટેટ રોડપર કંબોયા ગામનો પુલની બંને સાઈટની હાલત જર્જરિત હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે પુલની બંને બાજુ ઓરેન્જ કલરના ટ્રાફિક કેન મૂકી પસાર થતાં વાહનોને ભયજનક પુલ હોવાનુ દર્શાવ્યું.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ વાંસદા ચીખલી સ્ટેટ રોડ રાત દિવસ અસંખ્ય નાના મોટા વાહનો પૂરપાટ ઝડપે દોડતા હોય છે ત્યારે આ કંબોયા ગામનો પુલનુ ઘણા વર્ષો જુનો પુરાણો હોવાથી રિનોવેશન આવશ્યક બન્યું છે. અને પુલની સાઇટ ની બંને બાજુની હાલત જોતા કોઈ મોટી દુઘર્ટના ને નોતરતું લાગી રહ્યું છે. આ પુલ પરથી કાયમ પસાર થતા વાહન ચાલકો અને ગામ જનોની માગણી છે કે કોય મોટી હોનારત સર્જાય એ પેહલા તાત્કાલિક આ પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી પુલનું રીનોવેસન કરવામાં આવે. હવે જોવું એ રહ્યું કે જર્જરિત પુલપર ટ્રાફિક કેન કાયમ માટે રહશે કે પછી પસાર થતાં વાહન વ્યવહાર ને ધ્યાને લઇ જર્જરિત પુલનું રીનોવેસન કરવામાં આવશે.

