ખેરગામ : નારણપોર, નાંધઈ, પીઠા, પેલાડ ભૈરવી ચાર ગામના યુવાનોએ 4 ગામોના યુવાઓ વચ્ચે દોસ્તી અને ભાઈચારાની ભાવના પ્રબળ બને એ હેતુથી ગતવર્ષે યુથ યુનિટી કપ રમાડવાની શરૂઆત કરેલ હતી
જુઓ વિડિઓ..
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ વર્ષે પણ ત્રણ દિવસીય સીઝન 2માં કોઈપણ વાદવિવાદ વગર આખી ટુર્નામેન્ટનું ખુબ જ સફળ અને શાંતિપૂર્ણ આયોજન થયેલ. ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને પરભુદાદા, સતિષભાઈ રિદ્ધિ ઓટો, જયેશભાઇ, મુકેશભાઈ, રાજેશભાઈ,દલપતભાઈ, કીર્તિભાઇ,કાર્તિક, મયુર, ભૂમિક, ભાવિન, ભાવેશ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. ટુર્નામેન્ટમાં પીઠા ગામની સ્ટ્રાઇકર ઇલેવન વિજેતા રહી હતી અને નારણપોર ગામની આદિવાસી ઇલેવન રનર્સ અપ રહી હતી.આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધનમાં ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટ એવી રમત છે કે જેમાં અબાલવૃદ્ધ સહુકોઈની પસંદગીની રમત છે અને સમગ્ર ટુર્નામેન્ટ ખેલદિલીની ભાવનાથી સમાપન થઇ એ જ સાચી યુનિટી છે. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રાજન, વિકાસ, મોહિત, નિકુંજ, જયદીપ, મયુરભાઈ, પિયુષભાઇ સહિતના ગ્રામજનોએ સખત મહેનત કરી હતી.











