ગુજરાત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મોટાભાગના પરિણામ આવી ચૂકયા છે ત્યારે ભાજપના ઉમેદવારો દ્વારા ફટાકડા તેમજ મીઠાઈનો વહેચી રહ્યા છે. ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે. ત્યારે ઉમેદવારોના કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. હાલમાં કમલમ ખાતે ભાજપના કાર્યકરોમાં જશ્નનનો માહોલ જોવા મળી રહ્યો છે અને કમલમ ખાતે ભાજપના નેતાઓનો હાલ જમાવડો જામી રહ્યો છે અને ફટાકડા ફોડી આતિશબાજી પણ કરવામાં આવી રહી છે. તેમજ કાર્યકરો દ્વારા એકબીજાના મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.

કમલમ કાર્યાલય ખાતે અત્યારે મોટી સંખ્યામાં ઠેર ઠેર ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા છે ને ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.