વાંસદા: હજુ એક આપઘાતનો વાંસદા તાલુકામાં આવ્યો કિસ્સો બહાર.. વાંસદાના ખાંભલા ગામમાં કોટલા ફળિયામાં રહેતી જીવલીબેન રમેશભાઈ ગાંવિત ગામના બીજા મજુરો સાથે મજુરી કામ જતી મહિલાની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના ખાંભલા ગામમાં કોટલા ફળિયામાં રહેતી જીવલીબેન વલસાડના મોગરાવાડી ખાતે ગઈ હતી અને ત્યાં જ રેહતી હતી તે મતદાન કરવા માટે બુધવારે ખાંભલા ગામમાં આવી હતી પણ સવારે ઘરેથી મતદાન કરવા ચુંટણી કાર્ડ લઈને ગયા પછી તેની કોઈ ભાળ મળી હતી નહિ. પરિવારએ શોધખોળ ચાલુ રાખી હતી.

રવિવારે બપોરે વાંસદા- વઘઈ માર્ગ પર આવેલ તાડપાડાની સીમમાં વણઝાર વાડી રસ્તાની સામેની બાજુએ આવેલ જંગલના કોતરડામાં તેની લાશ ઓઢણીથી ફાંસી ખાધેલી હાલતમાં મળી. આ બનવાની લઈને વાંસદા પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક માતાના પુત્ર રાજુભાઈ ગાંવિત દ્વારા હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધાવ્યો છે.