ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના છેવાડે આવેલા હેમ આશ્રમ,જાગીરીના 136 વિદ્યાર્થીઓ માટે આ ત્રીજા તબક્કાનો નેરોગેજ ટ્રેનની મુસાફરીનો કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા યોજાયો. આ એક દિવસીય પ્રવાસમાં વિદ્યાર્થીઓએ મન મૂકી મજા માણી હતી.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી પ્રમાણે 109 વર્ષની જૂની ગુજરાતની શાન ગણાતી આ નેરોગેજ ટ્રેનની રોમાંચ જગવતી મુસાફરીનો અદ્ભુત આનંદ જે બાળકો ક્યારેય ટ્રેનમાં ન બેઠાં હોય એ બાળકોએ માણ્યો. જે બાળકો ટ્રેનમાં ના બેઠાં હોય એમને બેસાડવાનું આ સપનું આ વખતે પૂરું થયું. 258 માંથી ફક્ત આઠ વિદ્યાર્થીઓએ ટ્રેનની મુસાફરી કરી હતી. કુલ ત્રણ તબક્કાના આ પ્રવાસમાં 258 જેટલાં વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા. સંસ્થાના સ્થાપક બાબલભાઈ, શીતલ ગાડર તથા શિક્ષકો, જાયન્ટસ્ સભ્યો, વિદ્યાર્થીઓ મળી કુલ 275 ને આ ટ્રેનમાં મુસાફરી કરી હતી.

આ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓ માટે હેરિટેજ ટ્રેનની મુસાફરી, ગીરા ધોધ તથા જાનકી વનની મુલાકાતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પ્રસંગે જા.પ્રમુખ ડૉ. આશા ગોહિલ (પ્રોજેક્ટ ચેરપર્સન), હાર્દિક પટેલ આયોજિત આ કાર્યક્રમ ફેડરેશન પ્રમુખશ્રી બાલા શેટ્ટીજીના શુભાશિષ, IFDPP શ્રી વિજયભાઈ પટેલ, ફેડ. ડાયરેક્ટર યુનિટ ૧ શ્રી સુમંતરાય તથા જાયન્ટ્સ ગ્રૂપ ઑફ, બીલીમોરાના ઉપસ્થિત સભ્યો, વાંસદાથી શ્રી ધીરેન સોલંકી, હેમ આશ્રમ જાગીરીથી શીતલ ગાડર, બાબલભાઈ, જાગૃતિબેન, કમલેશભાઈ, શલમુભાઈ તથા અન્ય શિક્ષકો, અશ્વિનભાઈ ઠક્કર, ગીતાબેન ઠક્કર, શીરીન વોરા, દક્ષેશ ઓઝા એમ સૌના સહિયારા પ્રયાસથી આ પ્રવાસ ખૂબ સરસ રહ્યો.