સુરત: આજરોજ સવારના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ કારણે આગ લાગવાણી ઘટના બનવા પામી હતી. જેમાં મુસાફરોને તાત્કાલિક ધોરણે બસમાં થી ઉતારી દેવાતાં નસીબ જોગે કોઈ જાનહાની થઇ ના હતી પણ આખી બસ બળીને ખાખ થઇ ગઈ હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ GJ-05-BX 3225 નંબરની બ્લૂ કલરની સિટી બસ ગોડાદરાથી ચોકબજાર તરફ જવા નીકળી હતી ત્યારે રસ્તામાં શોર્ટસર્કિટ બસમાં આગ લાગી આગ લાગી હતી. આ કારણોસર આસપાસ રહેલા લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. બસમાં આગની ઘટના બનતા જ મુસાફરોને ઉતારી દેવાયા જેના લીધે કોઈ જાનહાની થવા પામી નહિ.
બસમાં આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં આગમાં આખી બસ બળીને ખાખ થઇ ગઈ હતી. ઘટનાની જન થતા જ ફાયર સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ કરી દીધો હતો. ખબર મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બસના એન્જિનમાં શોર્ટસર્કિટ થવાના કારણે આ આગની ઘટના બની હતી.