દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વલસાડ : 1 ડિસેમ્બર 2020ના રોજ મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ મોડી રાતે જિલ્લાના 1392 મતદાન મથકો પરથી EVM અને VVPTની પેટીઓ વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા અને ઉમરગામ ખાતેના સ્ટ્રોંગરૂમ મથકો પર મૂકી પોલીસો લોખંડી પહેરો ગોઠવવામાં આવ્યો હોવા છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો આ કેમ્પસના બહાર પહેરો કરી રહ્યા હોવાના ચિત્રો સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે મતગણતરી થશે ત્યારે EVMમાં કોઈ પણ પ્રકરના ચેડા થવાની ભીતિ અને આશંકાને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો આ કેમ્પસના બહાર પહેરો કરી રહ્યા છે.  નાંખીને બેસી ગયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજૂ મરચાં, તેમના કાર્યકરો અને કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલ,કોંગ્રેસ નેતા ભોલાભાઇ પટેલ, પ્રકાશ પટેલ તેમના કાર્યકરો ધામો નાંખી દેખરેખ કરી રહ્યા છે.

આ પ્રકારની ઘટના વલસાડના ઇતિહાસમાં પ્રથમ વાર હશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો નું કહેવું છે કે વર્તમાન સરકાર પર અમને ભરોશો નથી અને તેઓ કોઈપણ પ્રકારના ચેંડા EVM સાથે ન કરી શકે તેને માટે અમે આ પ્રકારનું વલણ અપનાવ્યું છે.