વાંસદા: આદિવાસી યુવાનો પણ રમતગમત ક્ષેત્રમાં પોતાના બહેતર ભવિષ્ય તરફ હવે મંડી પડ્યા હોય તેમ વાંસદા તાલુકાના પાલગભાણ ગામમાં યુવાનો દ્વારા આયોજિત ‘રન ફોર પાલગભાણ’ 1600 મીટર દોડ સ્પર્ધામાંનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે વાંસદા તાલુકાના 50 થી વધુ સ્પર્ધાએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમક્રમ રાહુલ પટેલ દ્વિતીય હિરેન તૃતીય સુમિતએ હાંસિલ કર્યો હતો જેમાં પ્રોત્સાહન માટે ટ્રોફી મેડલ થા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ ગ્રામના અગ્રણી ડો. જસવંતભાઈ ભીખુભાઈ, ઈશ્વરભાઈ, અજયભાઈ તથા કર્મા ઇન્સ્ટીટયુટના સંચાલક શ્રી ગૌરાંગભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.