ડેડિયાપાડા: લોક ચર્ચા અનુસાર વિધાનસભાની ચૂંટણીના દિવસે મતદાતાઓને લોભામણી લાલચ આપી ગામેગામ દારૂ વહેચવા નીકળેલા એક બુટલેગરે એક જ પરિવારના ચાર વ્યક્તિને કચડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક નેતાઓના છુપા આશીર્વાદ આ બુટલેગર પર હોવાનું લોકો જણાવી રહ્યા છે.
જુઓ વિડીયો..
Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ડેડિયાપાડા તાલુકાના નિગટ ગામ પાસે હાઇવે રોડ પર ગઈ કાલ સાંજના સમયે ભૂતબેડા ગામના સુનિલ ભાઈ જેઠાભાઇ વસાવા ઉંમર વર્ષ આશરે 28 તથા તેમની પત્ની કોકિલાબેન સુનિલ ભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે 27 પુત્ર રીયાન સુનિલ ભાઈ વસાવા ઉંમર આશરે 04 વર્ષ સુનિલ ભાઈ વસાવા પુત્રી રૂતવી ઉંમર વર્ષ આશરે 01 વર્ષ સુનિલ ભાઈ વસાવા પોતાની મોટરસાયકલ લઈને પોતાની સાસરી વેડછા ગામે જઈ રહ્યા હતા. ત્યારે એક નિગટ ગામ પાસે સ્વીફ્ટ નંબર GJ-OH- 5867 ના ચાલાકે પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સુનિલ ભાઈ વસાવાની મોટરસાયકલ સાથે એક્સીડન્ટ કરતા પત્ની કોકિલાબેન વસાવા અને પુત્ર રીયાન નું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે સુનિલ ભાઈ વસાવાને રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. એક ઘરના ચાર વ્યક્તિઓ ના મોત નિપજયા તેને કારણે ભૂતબેડા ગામે શોકનું વાતાવરણ સર્જાયું છે.
સ્વીફ્ટ કાર ચાલક વિરૂધ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કામગીરી ચાલુ છે. અકસ્માત સ્થળ પર એસ.પી નર્મદા પ્રશાંત દુબે દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું સાથે અકસ્માત સમયે હાજર લોકો દ્વારા આંખો દેખી હાલ પોલીસે સાંભળી હતી. આરોપીઓની ગાડીમાં દારૂ (બિયરના ટીન) હોવાના વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. ત્યારે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

