રાજકીય: ગુજરાત વિધાનસભાનું ચૂંટણીના પડઘમ ગતરોજ સાંજે આચારસંહિતા અનુસાર શાંત થયા ત્યારે મતદારોને રીઝવવા બનાસકાંઠાના દાંતા ભાજપના ઉમેદવાર એક વિવાદિત નિવેદનો આપી આપ્યું હતું તેમણે કહ્યું કે હું જીત્યા પછી ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ.

જુઓ વિડીયો..

એક બાજુ આખા દેશમાં ગુજરાતમાં દારૂબંધી છે એવી વાતો થાય છે અને બીજી બાજુ ચુંટણી ટાણે ઉમેદવારો મતદારોને રીઝવવા બેફામ નિવેદનો આપતા હોય છે. હાલમાં ભાજપના જે ઉમેદવારે હું જીત્યા પછી ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. નું નિવેદન આપ્યું છે એના વિરૂદ્ધ દાંતા ચૂંટણી અધિકારી હર્ષાબેન રાવલે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.

ભાજપના ઉમેદવાર લાધુ પારઘી કહી રહ્યા છે કે, ‘કેટલાક લોકો અંગ્રેજી દારૂ ખુલ્લામાં વેચે છે અને અમારી કેટલીક બહેનો સંતાડીને દેશી દારૂ વેચે છે. ચિંતા ના કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ.’ આ વીડિયો પણ સામે આવ્યો છે. આ મુદ્દે ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.