વાંસદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે પ્રચાર પડઘમના છેલ્લા કલાકો બાકી પુરા થાય તે પહેલાં વાંસદા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ દ્વારા મતદારોને રિઝવવાના છેલ્લા પ્રયાસ સ્વરૂપે અને શક્તિપ્રદર્શન દર્શાવતા બાઈક રેલી કાઢવામાં આવી હતી.
જુઓ બાઈક રેલીના દ્રશ્યો..
ગુજરાતમાં આ વખતે જનતાનો વિશ્વાસ જીતવા ભાજપ કોંગ્રેસની સાથે આપ પણ મજબૂત રીતે પ્રચાર કરી રહ્યો છે. ત્યારે ભાજપના વાંસદા વિધાનસભાના ઉમેદવાર પીયુષ પટેલે પોતાના વિસ્તારમાં જન સંપર્ક યાત્રાથી લોકોને મળી રહ્યા છે. આને આજે જંગી બાઈક રેલીનું આયોજન કર્યું હતું જેમાં લોકોનું સમર્થન જોવા મળ્યું હતું.

