નર્મદા: ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા હવે દરેક પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. આ દરમ્યાન ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ભાજપના ઉમેદવાર હિતેશ વસાવાના સમર્થનમાં રોડ-શોમાં ભાગ લીધો હતો.

જુઓ વિડીયો..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોને જીતાડવા હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પણ ભાજપે ટિકિટ આપી હોઇ તેમના પ્રચારમાં જોડાયા બાદ હવે રવીન્દ્ર જાડેજાએ નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકના ભાજપના ઉમેદવાર હિતેશ વસાવા માટે રોડ શો યોજાયો હતો. જ્યાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને જોવા માટે યુવાનો અને ફેન્સની લાંબી લાઈનો લાગી હતી. આ રોડ બાદ રવીન્દ્ર જાડેજાએ જંગી સભાને સંબોધતા ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું.

રવિન્દ્ર જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું માત્ર પત્ની માટે જ નહીં ભાજપ માટે પ્રચાર કરીશ, આ સાથે સભા સંબોધતા ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી.