ખેરગામ: ડો.ભીમરાવ આંબેડકરની આગેવાનીમાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસની મહેનત પછી વિશ્વનો સૌથી દળદાર ગ્રંથ એટલે કે ભારતીય બંધારણની પ્રસ્થાવના રજુ કરવામાં આવી છે. ભારતીય બંધારણ એકમાત્ર એવો ગ્રંથ છે કે જે હિંદી અને અંગ્રેજી એમ 2 ભાષામાં હાથથી લખવામાં આવેલ છે. સંવિધાનના અંગ્રેજી સંસ્કારણમાં 117369 શબ્દો, 444 અનુચ્છેદ, 22 ભાગ, 12 અનુસૂચિઓ અને 104 સંશોધનો છે. આ અંગે લોક જાગૃતિ આવે એવા ઉદ્દેશ સાથે ભારતીય બંધારણ દિવસ તરીકે ખેરગામમાં સુંદર ઉજવણી કરવામાં આવી હતી.

જુઓ વિડીયો…

આ કાર્યક્રમમાં ડો.દિવ્યાંગી પટેલ, ડો.નીરવ પટેલ ગાયનેક, ડો.કૃણાલ, ડો.પંકજ અને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ મિન્ટેશ પટેલ, દલપત પટેલ, ઉમેશ પટેલ, કીર્તિ પટેલ, કાર્તિક, પથિક, ભાવિન, રીંકેશ, ભાવેશ, રાહુલ,જીગર, મયુર, આર્મીમેન મુકેશભાઈ, વેણીલાલભાઈ, અનિલભાઈ, મંગુભાઇ, યોગેશભાઈ, જયાબેન, શીલાબેન, જાગૃતિબેન, નીતા, વંદના, આરતી, રિતિકા, નિકિતા, શીતલ, અમિષા, ટ્વિકંલ, દિવ્યા, સોનાલી, આયુષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતીય બંધારણએ દુનિયાના સૌથી મહાન પુસ્તકો પૈકીનો એક ગ્રંથ છે. પરંતુ આટલા વર્ષોમાં પણ લોકોએ એને વ્યવસ્થિત વાંચવાની તસ્દી નથી લીધી. એટલે જ અન્યાય અને શોષણનો ભોગ બની રહ્યા છે.જો આપણે આ પુસ્તક વ્યવસ્થિત રીતે આત્મસાત કરીશું અને સમાજમાં સંગઠિત રહીશું અને ભણીગણીને વૈચારિક રીતે ચાલીશું તો કોઈએ હથિયાર ઉઠાવવાની કે પરસ્પર ઝગડવાની જરૂર નહીં પડે અને દેશમાં આપોઆપ શાંતિ, સલામતી અને એકતા અને એના થકી ખુશીઓ, પ્રગતિની સ્થાપના થશે અને ભારત દેશને વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે.