વાંસદા: રેશનકાર્ડ ધારકો માટે સૌથી મોટી ફરિયાદ એ જ હોય છે કે સસ્તા અનાજની દુકાનવાળા અનાજ બરાબર આપતા નથી કે પછી નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવ વસુલવામાં આવે છે અને કાળા બજાર કરી રેશન કાર્ડ ધારકોને આપવાને બદલે બારોબાર નાના વેપારીઓને વેચી મારે છે. આવા દુકાન ધારકોથી પરેશાન રેશનકાર્ડ ધારકો માટે Decision News સારા સમાચાર લઈને આવ્યું છે.
જો તમને સસ્તા અનાજની દુકાનવાળા વજન કરતા ઓછું રાશન આપતા હોય તો તમે તરત જ હવે આપણા ગુજરાત રાજયના ટોલ ફ્રી નંબર 18002335500 પર ફરિયાદ કરી શકો છો. સરકારના અનાજ પુરવઠા સાથે જોડાયેલા અધિકારીઓ તરત જ આ મુદ્દે કાયદાકીય પગલાં લેશે.
એપ્રિલ 2020 માં કોરોના સમયગાળા દરમિયાન શરુ કરેલી મફત રાશનની સુવિધા સરકાર દ્વારા ડિસેમ્બર 2022 સુધી આપવામાં આવી રહી છે. સરકારે આ યોજનાને ઘણી વખત લંબાવી છે. હવે કાળા બજારી કરતાં સસ્તા અનાજના દુકાનવાળાની હવે ખેર નથી

