ગુજરાત: વડગામથી અપક્ષ ચૂંટણી જીતનારા જિગ્નેશ મેવાણી હાલમાં કોંગ્રેસમાં નેતાઓના મુખ્ય ચહેરામાનો એક ચેહરો છે ત્યારે એક વેબસાઇટને આપેલી મુલાકાત મેવાણીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કેટલી સીટ મળશે તેના વિશે વાત કરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસમાંથી વડગામ બેઠકના ઉમેદવાર જિગ્નેશ મેવાણી પુછાવવા આવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં કેટલી સંભાવના તમને દેખાઇ રહી છે? AAPનું ચૂંટણીમાં પ્રદર્શન કેવું રહેશે ? મેવાણીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક પણ સીટ મળશે નહીં.

મેવાણીએ કહ્યું કે , હું પુરા હોશ સાથે અને તટસ્થ રહીને કહી રહ્યો છું. તમે મારી આ વિડિયો ક્લિપને સાચવીને રાખજો. આ વીડિયો ક્લિપ અને મારા નિવેદનના આધારે તમે મને આ ચૂંટણી પછી પ્રશ્નો પૂછજો. આ સમયે મારા મતે આ વાસ્તવિકતા છે. ગુજરાતમાં સુરત એકમાત્ર એવું સ્થળ છે જ્યાં આમ આદમી પાર્ટીની સ્થિતિ અન્ય પાર્ટીઓ કરતા સારી દેખાય છે. પરંતુ, મને શંકા છે કે તેમને સુરતમાં પણ કોઈ બેઠક મળશે કે કેમ. AAP સુરતમાં ચોક્કસ લડત આપશે, પરંતુ મને નથી લાગતું કે કોઇ સીટ મેળવવામાં તેમને સફળતા મળી શકે.