ધરમપુર: ગતરોજ તુતરખેડ ગૃપ ગ્રામ પંચાયત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન આમ આદમી પાર્ટી દ્રારા માત્ર 1 રુપિયા જેવી નાનકડી ફી ભરી તુતરખેડ ગામના યુવા કિકેટ રસીકો માટે મેદાન ખુલ્લુ મુકવામાં તેમાં ફાઈનલ મેચનું  સમાપન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આમ આદમી પાર્ટી ધરમપુરના યુવા કાર્યકરો વિપુલભાઈ શંકરભાઈ રાઉત અને રાજભાઈ મોકાસી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ આમ આદમી પાર્ટી ધરમપુર ફાઇનલમાં 178 વિધાનસભાના ઉમેદવાર શ્રી કમલેશભાઈ પટેલ રાહુલ પટેલ વિપુલ રાઉત રાજ મોકાસી દિવ્યેશ પટેલ અરુણ ગાયકવાડ ફાઇનલ મેચમાં હાજરી આપી ખેલાડી ઓને ઉત્સાહ વધાર્યો હતો

ફાઇનલ મેચમાં તુતરખેડ ઇલેવન (વિજય રાઉત) વિજેતા જાહેર કરવામાં આવી હતી. ફાઇનલ મેચમાં પ્રોત્સાહન ઇનામ રૂપે 5555 રુપિયા આપવામાં આવીયા તુતરખેડ ગામના યુવાનો નો આમ આદમી પાર્ટીને સારો પ્રતિસાદ મળ્યો હતો મેન ઓફ ધ મેચનું ઇનામ દિવ્યેશ ચૌધરીના નામે રહ્યું હતું