ડેડીયાપાડા: ગુજરાતમાં બરાબરનો ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરતી ટ્રક પોલીસના સકંજામાં આવી છે. મહારાષ્ટ્ર તરફથી ટ્રક નંબર RJ -GB-7536. ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ સંતાડી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે એ પહેલા જ નર્મદા LCBએ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે લોકોમાં અનેક કુતુહલ જોવા મળી રહ્યું છે.

જુઓ વિડીયો..

Decision News ને રિપોર્ટર અમૃત વસાવા પરથી મળેલી માહિતી મુજબ LCB નર્મદા શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા શ્રી પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદાઓએ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમ ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના દૂષણને ડામવા તેમજ હાલમાં વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨. અનુસંધાને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિને વ્યસ્ત નાબૂદ કરવાની અસરકારક કામગીરી કરવા માટેની નિર્દેશો અને સૂચનાને પગલે જે.બી. ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર LCBને બાતમી આધારે માહિતી મળેલ કે મહારાષ્ટ્રની હદ માંથી ટ્રક નંબર RJ-14-GB-7536 ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ સંતાડી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરેલ છે જે ચોક્કસ મતના આધારે LCB સ્ટાફના પોલીસ માણસો સાથે માસ ચોકડી પાસે પ્રોહી નાકાબંધીમાં હતા. દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં મોટો પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ઇંગ્લિશ દારૂની પેટી નંગ, 443-6508 કિ.રૂ.23,26,000, આ ટ્રક-1 કિ. રૂ.10,00,000/- તથા રોકડ મોબાઇલ તથા રસી મળી કુલ કિ.રૂ 18650 મળી કુલ.33,44,650/- નો મુદ્દામાલ પકડી પ્રોહીબિશન ન ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ક્યાં લઈ જઈ રહ્યો હતો એ હાલ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મુદ્દા માલ સાથે બે આરોપી ને પકડી પાડતી નર્મદા LCB એક આરોપી વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે.