ઉમરગામ: 6ઠ્ઠી વખત વિશ્વાસ ભાજપ દ્વારા વિશ્વાસ મૂકી ઉમરગામ તાલુકાની બેઠક પર પૂર્વ વન મંત્રી રમણલાલ પાટકર ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જેને લઈને ઉમરગામ પંથકમાં BJPના કાર્યકરોમાં ઉત્સાહમાં દેખાય રહ્યા છે.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાશે ત્યારે ઉમરગામમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે કોઈ કચાસ રાખવા માંગતી નથી એટલા માટે ઉમરગામ 5 વખત ઉમરગામ બેઠક ઉપર ભાજપમાંથી ઉભા રહી જીત મેળવનાર કદાવર નેતા અને પૂર્વ વન મંત્રી પણ રહી ચુક્યા છે.
રમણલાલ પાટકરને BJPની 6 ઠ્ઠી વખત ટિકિટ મળતા રમણલાલ પાટકર એ 1 લાખથી વધુ મતથી જીતવાનો દાવો તેમજ તેમના કાર્યકતાઓ એ કર્યો હતો. રમણ પાટકરના કામો અને આદિવાસી સમાજનો મોટો ચેહરો તરીકે ઓમાં મોટું નામ છે.

