ચીખલી: ધાક ધમકી આપી શહેરના બિલ્ડરો કે એન્જીનીયરોને લુટવાની ઘટનાના સમાચાર તો બહુ સંભાળ્યા પણ આજે ચીખલીના આમધરા ગામના ખેડૂતને ફોન કરી તમને પંદર મિનિટનો સમય આપું છું અને ગોલવાડ પહાડમાં 15 લાખ પહોંચાડો નહીં તો તને તથા તારા છોકરાને ઉડાવી દઇશું તેવી ધમકી આપ્યાનો કિસ્સો સામે આવ્યો છે

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ચીખલીના આમધરા કણબીવાડના પંકજભાઈ વલ્લભભાઈ પટેલને રવિવારના રોજ બપોરના 12:21 વાગ્યે ફોન આવ્યો કે તમને 15 મિનિટનો સમય આપું છું અને ગોલવાડ પહાડમાં 15 લાખ રૂપિયા પહોંચાડો નહીં તો તમારા છોકરાને જોઈ લઈશું તેવી ધમકી આપી હતી. પંકજ ભાઈએ પૂછ્યું કે તમે કોણ બોલો છો ? અમારી કોઈ ભૂલ હોય તો જણાવો ત્યારે છોકરાને જોઈ લેવાની ધમકી આપી ફોન કટ કરી દીધો હતો.

પંકજભાઈએ પોતાની આપબીતી તેમના મિત્ર અને મોટાભાઈને કરી અને બધાએ પોલીસ ફરિયાદ કરવાનું વિચાર્યું. અને  પોલીસ દ્વારા ફોન નંબરનો ઉપયોગ કરનાર સામે ગુનો નોંધી તપાસ કરી અને 15 લાખની ખંડણી માંગનારાને પકડી પાડ્યો છે.