કપરાડા: ગુજરાતની મુલાકાતે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારના કપરાડા તાલુકામાં જનસભાને સંબોધન કરીને ચૂંટણીનો પ્રચાર કરશે. ત્યારે કપરાડા ખાતે આયોજીત ચૂંટણીની સભાની પૂરેપૂરી તૈયારી કરવા ભાજપના અગ્રણીઓ અને પાણી પુરવઠા મંત્રીએ તમામ તૈયારીઓ ઉપર સીધી નજર રાખી રહ્યા છે.

કપરાડા તાલુકો આદિવાસી વિસ્તાર તરીકે ગણાય છે. અહીંના ધારાસભ્ય જીતુ ચૌધરી રાજ્યના નર્મદા અને કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી છે. વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર થયા બાદ 6 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કપરાડાથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ત્યારે તાલુકાના BJPના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કપરાડાના નાનાપોઢા ખાતે વડાપ્રધાન સભાને સંબોધશે. જેને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ કાર્યક્રમની તૈયારીઓમાં જોતરાયા છે. આ જનસભામાં 50 હજારથી વધુની જનમેદની ઉમટી પડશે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.