ક્રિકેટ: વર્તમાન સમયમાં સૂર્યકુમાર યાદવે ટી-૨૦ બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાનના રિઝવાનને બીજા ક્રમે ધકેલીને ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતુ. ટી-૨૦ વર્લ્ડ કપમાં સૂર્યકુમારે શાનદાર દેખાવ કરતાં ચાર મેચમાં બે અડધી સદી ફટકારી હતી.

પર્થની બાઉન્સી પીચ પર તેણે સાઉથ આફ્રિકાનો મક્કમતાથી સામનો કરતાં ૪૦ બોલમાં ૬૮ રન ફટકારીને સનસનાટી મચાવી હતી. આ વર્ષે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન ફટકારવામાં પણ સૂર્યકુમાર ટોચના સ્થાને આવી પહોચ્યો છે. તેણે ૨૭ મેચમાં ૪૧.૯૫ની સરેરાશ અને ૧૮૩.૮૦ના સ્ટ્રાઈકરેટથી ૯૬૫ રન ફટકાર્યા છે.

સૂર્યકુમારની સાથેે ટી-૨૦ વર્લ્ડકપમાં શાનદાર દેખાવ સાથે સદી ફટકારનારા સાઉથ આફ્રિકાના રિલી રોસોયુ અને ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સેે પણ ટોપ-ટેનમાં સ્થાન મેળવ્યું હતુ.