ચીખલી: ચીખલી તાલુકાના ગામોમાં એક કરોડ આદિવાસીઓ ખોટા પ્રમાણપત્રો, નોકરીઓ તેમજ પ્રોજેક્ટમાં ઘોર અન્યાય સામે ભાજપનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાવાયા હતા. અનેક ગામો માં ભાજપના બહિષ્કામાં જોવા મળી રહ્યાં હતા. કોણે લગાવ્યા હતા કોઈને ખબર નથી પરંતુ આ સમગ્ર મામલે ચર્ચાનો વિષય બન્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રાપ્ત માહિતી મુજબ આ ભાજપ બહિષ્કારના બેનરોને લગાવાયેલ જોય ને ભાજપના આગેવાનોએ ચીખલી પોલીસમાં જાણ કરતા કયા કયા ગામોમાં બહિષ્કારના બેનરો લગાવેલા ની તપાસ કરી પોલીસ દ્વારા અમુક ગામો માં લગાવાયેલ બેનરો ઉતરી લેવાયા ની માહિતી મળી. બહિષ્કારના બેનરો ને જોય એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ ભાજપનો સખત પણે વિરોધ કરી રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ચીખલી તાલુકાના ગામોમાં ભાજપના બહિષ્કારના બેનરો લાગતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે ભાજપના બહિષ્કારના બેનરોને લઈ આ વિસ્તારમા રાજકીય વાતવરણ ગરમાયું છે.