અમદાવાદ: અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે. ઈલા બહેનના પરિવારમાં મહાત્મા ગાંધીનો ખુબ જ પ્રભાવ હતો. આ પરિવાર ગાંધીજીના બધા જ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક હાજરી આપતા હતા એમ કહીએ કે ઈલા બહેનના પુરા પરિવારમાં દેશપ્રેમ અલખ જ્યોંત સળગતી રહી હતી.

તેમના બાળપણ, શિક્ષણ અને કારકિર્દી વાત કરીએ તો ઈલાબહેન સુશિક્ષિત પરિવારમાં જ  અમદાવાદ ખાતે જન્મ્યા હતા. તેઓ સુરતની એમટીબી કોલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થઈ અને પછી અમદાવાદમાં જ કાયદાની વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. શરુવાતામાં તેઓ એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરીએ લાગ્યા હતા ત્યાર બાદ ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશન સાથે જોડાયા. ઈલાબહેન ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશનના માધ્યમથી ઈઝરાયેલની સ્ટડી ટૂર પર ગયેલાં ઈલાબહેન ત્યાં સ્વનિર્ભર મહિલાઓ માટેના કાયદાઓ અને તેમને મળતી સુવિધાઓ ઉપરાંત તેમનાં પ્રશ્નોથી વાકેફ થયા. અને તેમણે લેબર એસોસિએશનના માધ્યમથી સેલ્ફ એમ્પ્લોય્ડ વિમેન એસોસિએશન (સેવા)ની સ્થાપના કરી. જેમાં આજે રાજ્યની દેશની અને વિશ્વની પણ લાખો મહિલાઓએ લાભ લઈ રહી છે.

તેમને અત્યાર સુધીમાં વિવિધ પુરસ્કારો થી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં 1977માં રોમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા. 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો હતો. 1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો. 1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 2011માં ઇન્દિરા ગાંધી શાંતિપુરા થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2010માં નીવાનો શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા

ઇલાબહેને ઘણા વર્ષો સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે સેવા પણ આપી છે તેમના દ્વારા તેમની જિંદગીના સાર કહી શકાય એવા લખાયેલા પુસ્તકો જેમ કે ‘શ્રમ શક્તિ ‘, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’ , અને ‘વી આર પુઅર બટ સો મેની’  વગેરે નું વાંચન આપણી જિંદગીમાં પરિવર્તન લાવવા માટે સમર્થ છે એમ કહેવામાં કઈ જ ખોટું નથી. તેઓ આજે આ ફાની દુનિયાને અલવિદા કહી પ્રકૃતિમાં વિલીન થયા છે.