દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ખેરગામ: ગતરોજ તાલુકા પંચાયત ખેરગામ દ્વારા જિલ્લા પંચાયતના 15મા નાણાપંચની પાંચ લાખની હાઈ માસ્ટ તથા શેરી બત્તીના ત્રણ લાખ ગ્રાન્ટમાંથી 20 વીજ સ્થંભ ઉભા કરવામાં આવતા રાત્રીના અજવાળા પથરાતા લોકોમાં ખુશીનો માહો જોવા મળી રહ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેરગામની દશેરા ટેકરી મહાત્મા ગાંધી વર્તુળમાં હાઈમસ્ટ ટાવર ઊભો કરાયો છે. જેની 8 લાઈટો ખેરગામ ગામના સરપંચ ઝરણાબેન પટેલે વીજ સ્વિચ ઓન કરવામાં આવી હતી. આખા સર્કલ પર રોશનીને દિવાળીની ભેટ તરીકે લોકોએ વધાવી લીધી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન, તાલુકા પંચાયત સભ્યો લીનાબેન, ભાજપ મહામંત્રી શૈલેષભાઇ ટેલર, માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ, મહેશ ભાનુશાલી વગેરે ઓએ  હાજરી આપી હતી.