નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા એકતા નગર પહોંચ્યા છે. કેવડીયા હેલીપેડ ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા નર્મદા જિલ્લા કલેકટર સહિતના પદાધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ બનાવવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો ત્યાર થી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે થાય છે.

આવતી કાલે 31મી ઓક્ટોબરે સરદાર પટેલને તેમની 147મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપશે. પ્રધામંત્રી નરેન્દ્ર મોદી એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે ફાઉન્ડેશન કોર્સ હેઠળ વિવિધ સિવિલ સર્વિસીસ સાથે જોડાયેલા અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમને લઇને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, પ્રધાન મંત્રીની સુરક્ષા માટે કેવડીયા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Bookmark Now (0)