નર્મદા: કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે ત્યારે વધુ બે આકર્ષણોનું આજ રોજ 30 ઑક્ટોબરે 2022ના રોજ પ્રધામંત્રીએ લોકાર્પણ કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રીના વિઝન સાથે એક મુખ્ય પર્યટન સ્થળ બની રહ્યું છે.

પ્રધાનમંત્રી એકતા નગર ખાતે વધુ બે પ્રવાસી આકર્ષણો – મેઝ (ભૂલભુલામણી) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટને સમર્પિત કર્યું છે. મહત્વનું છે કે, 2,100 મીટરના પાથવે સાથે ત્રણ એકરમાં ફેલાયેલું, દેશનું સૌથી મોટું મેઝ ગાર્ડન કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બન્યું છે અને માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં વિકસાવવામાં આવ્યું છે.

કેવડિયા ખાતે મેઝ ગાર્ડન ‘યંત્ર’ના આકારમાં બનાવવામાં આવ્યું છે જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. કેવડીયા એકતા નગરની મુલાકાત લેતા લોકો માટે મિયાવાકી ફોરેસ્ટ અન્ય પ્રવાસી આકર્ષણ બની રહેશે. આ જંગલનું નામ જાપાની વનસ્પતિશાસ્ત્રી અને પર્યાવરણશાસ્ત્રી ડૉ. અકિરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનિકના આધારે રાખવામાં આવ્યું છે.