ચીખલી: વર્તમાન સમયમાં દીપડાના કારણે લોકોમાં ભયના માહોલના કિસ્સાઓ સંભાળવા મળતા હતા ત્યારે આજે ચીખલીના કાંગવાઈ ગામના તૌફીક ભાઈ નામના વ્યક્તિના ખેતરમાંથી દીપડાનું મૃત હાલતમાં મળી આવ્યાની ઘટના સામે આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલીના કાંગવાઈ ગામના રોહિત ફળિયામા તૌફીક ભાઈ ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ ત્વરિત વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેને લઈને ચીખલી વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મૃત દીપડાનો કબજો લીધો હતો. લેવામાં આવ્યો હતો.
જે હાલતમાં દીપડા મૃત દેહ જે પ્રકારે મળ્યો છે તે પ્રમાણે જોઈએ તો પ્રાથમિક ધોરણે એમ કહી શકાય કે દીપડાને ખેતરમાં વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હશે. હાલમાં વન વિભાગ દ્વારા દીપડાના મૃત્યુનું કારણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

