ગણદેવી: એક દિવસ આગળ ગણદેવી તાલુકાના તલોધ ગામમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા વર્ષના દિવસે નહાવા પડેલા ૩ બાળકોમાંથી બે બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી છે આ દુ:ખદ ઘટનાને લઈને સમગ્ર વાતાવરણ શોકમય બન્યું છે.
Decision Newsને હિમાંશુ પટેલ પરથી મળેલી માહિતી મુજબ ગણદેવી તાલુકાના તલોધ ગામમાં ૩ બાળકો નવા વર્ષના મેળામાં ફરી લીધા બાદ ગામ નજીક આવેલ અંબિકા નદીમાં નહાવા પડયા હતા જેમાંથી આશરે બપોરે ૧ કલાકે ત્રણમાંથી એક બાળક ઘરે આવી ગયો જ્યારે અંધેરી મુબઈ થી આવેલ મિતેશ મંડલ અને જિયાન કે જે ગજાનન સોસાયટીમાં તલોધ ખાતે પરત ફર્યા ન હતા.
બાળકો ઘરે પરત ન આવતા વાલીઓ ચિંતિત થયા અને પરત આવેલા બાળકની પૂછ પરછ કરતા ખબર પડી કે બંને બાળકો નહાવા પડ્યા હતા અને તેઓ ડૂબી ગયા હતા હાલમાં એક બાળકનું મૃતદેહ મળ્યો છે પણ હજુ સુધી એક બાળકનો પત્તો હજુ લાગ્યો નથી તેમનું શોધખોળ હજુ ચાલુ છે આ દુ:ખદને કારણે પરિવારમાં શોખનું વાતાવરણ પ્રસરી ગયું છે.

