નવસારી: ખારેલ ઓવરબ્રિજ પર નવસારીથી વલસાડ તરફ જતી લાઈનમાં એક બાઈક સવારનો અકસ્માત થયાની ઘટના સામે આવી છે આ બાઈક સવારની ઘટના સ્થળ પર મૃત્યુ થયું છે જ્યારે તેમના ધર્મપત્ની ગંભીર રીતે ઘાયલ થતા સુરત હોસ્પિટલમાં ખસેડાયા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ પુના ગામ સુરતના જયદીપ ભરતભાઈ ગોહિલ અને તેમના પત્ની પૂજા જયદીપ ગોહિલ તેમની GJ-05-KX 2762 નબરનું બાઈક લઇ સેલવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે ખારેલ ઓવરબ્રિજ પર MH- 23- AU-621 નંબરના ટ્રેકટરે પાછળથી ટક્કર મારતા જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામી હતી.
આ અકસ્માતમાં બાઈક ચાલક જયદીપભાઈનું ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા જયારે પૂજાબેનને માથામાં ગંભીર ઈજા પહોંચતા પહેલા ખારેલ હોસ્પિટલ અને ત્યાર પછી સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.

