સિનેવર્લ્ડ: ‘આદિપુરુષ’ના ટિઝરે રિલીઝ થતાવેંત મોટો વિવાદ થયો કે ફિલ્મનો રાવણ કોઈપણ રીતે રાવણ નથી લાગતો બલકે અલાઉદીન ખીલજી જેવો લાગે છે. માત્ર ફિલ્મની જ નહીં પણ 500 કરોડના ખર્ચે બનેલીની વીએફએકસની પણ ટિકા થઈ રહી છે.

આ ‘આદિપુરુષ’ ફિલ્મના લીડ રોલમાં પ્રભાસ, સૈફઅલીખાન અને કૃતિ સેનન છે. લોકોનું કહેવું છે કે ફિલ્મમાં રાવણ તો ઠીક રામ પણ મર્યાદા પુરુષોતમ નથી લાગતા ! ત્યારે ફિલ્મમાં કામ કરવાના એટલે કે રામનું પાત્ર ભજવવા માટે પ્રભાસની ફી નાં રૂપિયા સાંભળીને તમે ચોકી જશો. જી હા, પ્રભાસને આ ફિલ્મમાં કામ કરવાના અધધધ એક અબજ રૂપિયા મળ્યાના અહેવાલો છે.

ઉલ્લેખનીય છે કે સુપર- ડુપર હીટ ફિલ્મ ‘બાહુબલી-1’ અને ‘બાહુબલી-2’ની સફળતા બાદ પ્રભાસે તેની ફીમાં ધરખમ વધારો કરી દીધો હતો.