વલસાડ: આજરોજ વલસાડનાં પારનેરા દાદરી ફળીયામાં આવેલી પ્રાથમિક શાળાનાં 37 વર્ષ પૂર્ણ થતાં આચાર્ય શ્રીમતિ ભારતીબેન ઠાકોર દ્વારા સરપંચ ભરતભાઈ અને ગ્રામપંચાયતનાં સભ્યો હિતેષભાઇ, પ્રવીણભાઈ, કાનજીભાઈ, ભીખુભાઇ, સુરેશભાઈ સાથે મળીને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જુઓ વિડીયો..
કાર્યક્રમમાં શાળાના નિવૃત શિક્ષકો ભગુભાઈ, મીનાબેન, કાશ્મીરાબેન, સીતાબેન, રેખાબેનનું સન્માન કરવામાં આવ્યું અને શાળાનાં ગૌરવ ભૂતપૂર્વ શિક્ષિકા એવા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષિકા ચિંતુબેન પટેલને સાદર સ્મરણાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએસન, વલસાડ અને સમસ્ત આદિવાસી સમાજ, નવસારીના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે આ શાળા મારા માટે પરિવાર અને આ તમામ શિક્ષકો મારા માટે માતા સમાન છે.લાંબા સમયે અહીં આવવાથી જૂની યાદો તાજી થવાથી મન ભરાય ગયું અને બાળકોને ગુરુજનો જેવા હોનહાર બનવા હિમાયત કરી છે તેમજ આ શાળાના નામનું બોર્ડ પણ ટૂંક સમયમાં અમે લગાવી આપીશું. આ પ્રસંગે 300 થી વધારે લોકોએ હાજરી આપી અને કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા નલિનીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.

