ધરમપુર: વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદમાં અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં ખુબ જ પાકોમાં કે રોડ રસ્તો પર ભારે તબાહી મચાવી છે ત્યારે ધરમપુરના મોહનાકાવચાલી ગામમાં મુલગામ ફળિયા થી કાવચાલી ફળિયામાં જતાં રોડ પરનું નાળું બહુ ખરાબ રીતે તૂટી ગયાથી ગામના લોકોને અવરજવર માટે ખુબ અગવડતા પડતી હોવાનું સામે આવ્યું છે.
જુઓ વિડીયો
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના મોહનાકાવચાલી ગામમાં મુલગામ ફળિયા થી કાવચાલી ફળિયામાં જતાં રોડ પરનું નાળું બહુ ખરાબ રીતે તૂટી ગયું છે. જેમાં ગતરોજ રાત્રે ભયંકર વરસેલા વરસાદમાં બાઈક તણાઈ ગયાની ઘટના બનવા પામી હતી.

