ડેડીયાપાડા: આપણા દરેકના જીવનમાં શાળાનાં યાદગાર સંભારણાં છે. આપણા જીવન મંજિલ મેળવવા કેટલાક શિક્ષક આદર્શરૂપી દીવાદાંડી બન્યા છે. તેમના પોતાનામાં રહેલા ગુણોને કારણે આજે પણ વિદ્યાર્થીઓને પ્રભાવિત કરતાં નજરે ચડે છે. ત્યારે આજે એવા જ શિક્ષકની વાત..

એક એવો શિક્ષક જેનો જન્મદિવસ બાળકો માટે શિક્ષાસેવા દિવસ બની ગયો.. વાત છે જીતેન્દ્રભાઈની, ગતરોજ જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્તમાન સમયમાં ઉજવાતા જન્મદિવસની વેળાએ સેલિબ્રેસનમાં હજારોના ઉડતા ધૂમાડાથી બિલકુલ ઉલટ આશ્રમશાળાના બાળકો ને નોટબુક,પેન, પેન્સિલ, રબર,સંચો, કલર, કંપાસ ની શૈક્ષણિક કીટ વિતરણ કરી ગુજરાતના અંતરિયાળ વિસ્તાર માં જઈ અતિ ગરીબ બાળકો ની સાથે આખો દિવસ શિક્ષણની નવી નવી રીતો, પદ્ધતિઓ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરી અને એમનો આખો દિવસ ગરીબ આદિવાસી બાળકોના અભ્યાસ માટે શિક્ષણસેવામાં સમર્પિત કર્યો. શિક્ષાસેવા દિવસ તરીકે ઉજવણી કરી.

આ છે એક શિક્ષકની ખરી પરિભાષા.. જ્યાં પોતાના જન્મદિવસને પણ પહેલાં વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે કે એમની સમસ્યાનું નિરાકરણ લાવવાની ભાવના હોય.. શિક્ષકની સમાજ ઘડતરનો મૂળ પાયો છે અને જો આવો શિક્ષક એનું ઉત્તમ ઉદાહરણ..